નથી ભરોસો જિંદગીનો એટલે જ તારો હું કરું છું.
નથી બીક તારી મને હરિવર હું મારાં કર્મોથી ડરું છું.
શરણાગત થવામાં લાગ્યું શાણપણ શ્રીહરિ મને,
એથી જ તારા આધારે કામ પરહિતનાં આચરું છું.
મોક્ષ, વૈકુંઠ, સ્વર્ગ નથી મારા શબ્દકોશમાં હરિવર,
હું તો જનમ્યો માનવ તરીકેને માનવ થવાને મથું છું.
કોઈના અભિપ્રાય ઉપર જીવન જીવવું મને નહિ ગમે
કર્મની પ્રધાનતા સ્વીકારીને આગળ ડગલાં ભરું છું.
કરગરી ખોબો ધરીને મને તારી સમક્ષ યાચવું નૈ ફાવે,
છતાં, તારે આપવું જ હોય તો સદાચારથી ઠરું છું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.