Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.... " મહેકી ઊઠે "

હમસફરના સંગાથે, સફર મહેકી ઊઠે;
મળે જો નજર તો નજર મહેકી ઊઠે;

વેરાણાં છે શબ્દ પુષ્પ પ્રણય પથ પર,
ને વિણ સુની એક ખબર મહેકી ઊઠે;

કમોસમી માવઠા રૂપી વરસાદમાં પણ,
કોઈક એકની યાદ ભીતર મહેકી ઊઠે;

વધતો રહ્યો વ્યાપ પ્રતિક્ષણ યાદોનો,
ન જાણે થઈ કેવી અસર મહેકી ઊઠે;

બીજું તો શું માંગું "વ્યોમ" ખુદા પાસે?
કે તમારા ચરણ સ્પર્શે ઘર મહેકી ઊઠે;

✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111906703
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now