કેટલું સુંદર... સવાર પડી ને સૂરજ નીકળ્યો કેટલું સુંદર...
અરે સૂરજ નીકળ્યો ને આ પ્રકૃતિ રંગાઈ કેટલું સુંદર...
પ્રકૃતિ રંગાઈ ને ફૂલો ખીલ્યાં કેટલું સુંદર...
અરે ફૂલો ખીલ્યાં ને આ પૃથ્વી રંગાઈ કેટલું સુંદર...
પ્રભાત થયું ને પક્ષીઓ બોલ્યા કેટલું સુંદર....
વાડી ખેતરો મા મોલ ઝૂમ્યા કેટલું સુંદર....
પ્રકૃતિ ના પ્રેમી ઝૂલ્યા કેટલું સુંદર...
કવિતાઓ અને પ્રભાતિયાં ગુંજ્યા કેટલું સુંદર...
અરે નાના અમથા બાળો ઝૂમ્યા કેવું સુંદર...
મંદિરો મા ઝાલર ગુંજી કેવું સુંદર....
પ્રભુ ના ઘર ની બારી ખુલી કેવું સુંદર...
મનોમન આનંદ છવાયો કેવું સુંદર....
હે #મુકેશચારણ આ બધું ખીલવનાર મારો પ્રભુ કેટલો સુંદર...??
કલ્પના નું એક નાનું પ્રયાસ... જય માતાજી...જય શ્રી ક્રિષ્ના....
#Cuteness