* Bye Bye Diwali *
ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ દિવાળી...
જેવી આવી એવી જ 'Fast Forward' માં જતી રહી દિવાળી...
ચેવડાનો ડબ્બો એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.
'Sugar Free' મીઠાઈનો ડબ્બો ફ્રિજનું ખાનું રોકી રહ્યો...
થીજી ગયેલા icecreamનું તો બોક્સ પણ હજુ ખુલ્યું નથી...
જુદા જુદા ખાનાવાળા Dryfruit Boxનેહવા સિવાય કોઈ સ્પર્શયું સુધ્ધાં નથી...
સાફસફાઈ દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ-બે ખાના વિચારતા રહી ગયા...😜
મેરા નંબર કબ આયેગા ? કહીને વ્યંગ કરી રહ્યા...
અકબંધ પડી રહેલી સાડીઓનો mood પણ થોડો આઉટ હતો...😔
Chance લાગશે મારો ક્યારેય થોડોક એનેય doubt હતો...
ઘરના દ્વારે મુકેલું નવું પગલૂછણિયું યથાવત સ્થિતિમાં રહી ગયું... કેટલા વ્યસ્ત સંબંધો છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું..🤔
ફટાકડા તો આ વખતે સરનામું જ ભૂલી ગયા..
ધુમાડો સ્વાસ્થ્ય માટે જ નહીં પૉકેટ માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા..😰
શું આ જ હતી દિવાળી?😱
સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી દિવાળી જો કોઈકને જડે તો સરનામું એને આપજો.
મોબાઈલ પૂરતી જ રહેલી શુભેચ્છાઓને રૂબરૂ સ્થાન આપજો..👍🏻
નાનકડી Mob screenમાંથી બહાર આવી ઝળહળાટ ભરેલી દિવાળી હો...
ફરી મળે એ જ પરિવાર..ફરીથી જીવનમાં એ જ ખુશહાલી હો..
એજ જુના મિત્રો મળે..
એવીજ ચહેરા પર લાલી હો..
*We All Missed Old Diwali Days...😘😘😘*