વિચારો લખીલખીને મન હળવું થયું.
સરિતા વહીવહીને મન હળવું થયું.
અંતરે હતી જે વાત ઘુમરાતી કેટલી,
અક્ષરથી કહીકહીને મન હળવું થયું.
વિચારવલોણુંને મનોમંથનના સહારે,
સનાતનને ગ્રહીગ્રહીને મન હળવું થયું.
દુગ્ધા દિલની કેટકેટલી ના વિરમતીને,
પ્રકાશ્યું એ અહીંતહીંને મન હળવું થયું.
પ્રેમથી પાંગર્યું પેપરે પ્રેસમાં પુલકિત થૈ,
વાંચ્યું એ તો ફરીફરીને મન હળવું થયું.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.