ક્યારે વય વધતી જ ગઈ કૈં ખબર ન પડી.
હવે તો થોડી બાકી રહી કૈં ખબર ન પડી.
વધતી જતી સમસ્યાના ઉકેલ શોધતાને,
સુખની સીમા આવી ગઈ કૈં ખબર ન પડી.
આયોજન કરી અમલીકરણમાં અટવાયા,
ત્યાં તો આયુષ પૂરી થઈ કૈં ખબર ન પડી.
સમયની પણ ગતિ કેટલી તેજ હોય અહીં,
ઝરણવત્ જિંદગી ગૈ વહી કૈં ખબર ન પડી.
અંતે પસ્તાવોને અફસોસ બે રહ્યાં સાથમાં,
ડહાપણ દાઢ જાણે ફૂટી રહી કૈં ખબર ન પડી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.