આ ધનતેરસે માં લક્ષ્મીજીને એટલી જ પ્રાર્થના કે સરકાર ને એટલું ધન દે કે કર્મચારીઓ ને પગાર ભથ્થાં વધારવા કોઈ આંદોલન ન કરવું પડે.સરકારે આ વધારો કરવા કોઈ ચૂંટણી કે કોઈ મુહર્ત ની રાહ ન જોવી
પડે.કર્મચારીના પગાર કે ભથ્થા માં વધારો થાય તો ' સરકારી તિજોરી પર આટલું ભારણ પડશે ' જેવું બોલવું ન પડે. ગરીબ કલ્યાણ મેળા યોજવા પડે તેવા કોઈ ગરીબ જ ન રહે. પ્રજા પૈસે ટકે એટલી સુખી રહે કે ચૂંટણી વખતે પૈસાની લાલચ જ વ્યર્થ બની રહે.કોઈ અધિકારી કે પદાધિકારીને આહાર સિવાય બીજું કંઈ 'ખાવા ' ની ઈચ્છા જ ન થાય તે રીતે પૈસાથી તે સંતૃપ્ત થઈ જાય જેથી કોઈ પુલ રસ્તા ન તૂટે.અને હે! લક્ષ્મીજી આપની આ કૃપા દૃષ્ટિ એટલાં લાંબા સમય સુધી રહે કે દરેક સરકારી કર્મચારીને NPS માંથી OPS આપી દે તો પણ સરકારની તિજોરી ખાલી ન થાય.CA વાળા GST કે ઇન્કમટેક્સ ના ફોર્મ ભરવાને બદલે સરકારે કોને કેટલા આપવાના થશે એ ગણતરી માં લાગ્યાં રહે.બજેટ વખતે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે તેની બદલે રૂપિયા ફક્ત ક્યાં ખર્ચાશે તે જ રજૂ કરવું પડે.સરકારને પણ બિવડાવા માટે ઈન્કટેકસ ની રેડ ને બદલે બીજું હથિયાર વાપરવું પડે. માલિયા, નિરવ મોદી જેવા લૂંટારા જ્યાં ભાગી ગયા હોય ત્યાં થી પાછા આવવા કાકલૂદી કરે.વર્લ્ડ બેંક પણ ભારત પાસે થી લોન લે.બસ લક્ષ્મી દેવી છેલ્લે એટલું જ કહેવાનું કે આટલી તારી કૃપા દૃષ્ટિ તો જ વર્ષાવજે જો કોઈ વ્યક્તિ એક પણ પૈસો હરામનો લેવાની ઈચ્છા ન રાખે અને તારી કૃપા દૃષ્ટિ જોઈ ને કામ કરવાનું મૂકી ન દે.સૌ ને હેપી ધનતેરસ.