અહીં સંબંધો તો બાંધે છે બધા,
ને લાગણીઓ સાથે રમે છે બધા.
સપનાઓના મહેલમાં રાચે છે બધા,
અહીં વાસ્તવિકતામાં ક્યાં જીવે છે બધા?
દિલના સોદા તો થોકબંધ થાય અહીં,
ખરો પ્રેમ કોઈનેય ક્યાં કરે છે બધા?
આતો મતલબી દુનિયા, કોઈ કોઈના નથી,
ભરોસો ન કર, અહીં વાત વાતમાં ફરે છે બધા.
લાગે રેતી જેવા સંબંધો દુનિયાના મને,
પકડું તો યે હાથમાંથી સરકતા જાય છે બધા.
કયારેક મજબુરીનો તો કયારેક લાચારીનો,
કાયમ લાભ ઉઠાવવા તત્પર રહે છે બધા.
રોજ ટપકી જાય છે બે ચાર આંશુ એ જોઈને 'રમેશ',
કે આંખની શરમ સરેઆમ હવે મુકતા જાય છે બધા.
-રમેશ શર્મા
02/11/2023