પ્રિય તું આવજે...
હસવાનું તને ફાવતું નથી ખબર છે મને
તારા ચહેરા ઘડીક સ્મિત સજાવજે
પ્રિય તું આવજે
છોને હોઠો પર હજારો ફરિયાદ લાવજે
પણ પ્રિય તું આવજે.
કુમકુમથી ભરી હથેળી તું લાવજે
પ્રિય તું આવજે
સંગમાં હરખઘેલી જાન આખી લાવજે
પ્રિય તું આવજે
શોળ શણગાર સજેલી કાયા પર
પ્રેમ વર્ષા વરસાવજે
પ્રિય તું આવજે
જો એકાદ શ્વાસ
બક્ષે ઈશ્વર
તો જોઈશું ફરી મનભર એકમેકને
અંતિમ પડાવ પર અંતસાથી બનવા છેલ્લીવાર
પ્રિય તું આવજે.
-Padmaxi