Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકમુખે બૂરાઈ રોજ સાંભળી સાંભળીને જીવું છું.
વિષઘૂંટ હસતામુખે સહજ ગળી ગળીને જીવું છું.

વખાણ નથી સદતા મને એની મને પૂરી ખબર છે,
ટીકાઓ તણા વરસાદમાં પલળી પલળીને જીવું છું.

સરાહના કોઈ કરે કદી, અશક્ય કાળ લાગતો મને,
પ્રસંશા વધતાં ખુદનું બી.પી. માપી માપીને જીવું છું.

આજનો દિવસ મંગલ થાય એટલું જ બસ ચાહું છું,
આવતીકાલને ઈશ પર હંમેશાં રાખી રાખીને જીવું છું

મળ્યું એટલું મારું અને મળ્યું એ જ મારે મન ઘણું છે
ગુમાવેલાંની યાદોને હરદમ વિસરી વિસરીને જીવું છું.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111902028
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now