....." સત્ય અસત્ય એક સરખાં "
કરવા જાઈએ જો સત્યનાં પારખાં;
તો સ્વજનો જ થઈ જાય છે અળગાં;
સત્યને અસત્યથી અલગ તારવું મુશ્કેલ,
આજકાલ સત્ય ને અસત્ય લાગે સરખાં;
સચાઈ ને જૂઠને પારખવું થયું છે કઠિન,
હોય સચ જૂઠનાં એક જેવાં જ માળખાં;
એક શોધો ને મળે છે હજાર જૂઠ અહીં,
બસ સત્ય માટે જ મારવાં પડે વલખાં;
પીરસાય જૂઠને સજાવી કંઈક એ રીતે,
કે, જૂઠ લાગે મીઠાં ને સત્ય લાગે કડવાં;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર