Gujarati Quote in Good Night by Mukesh Dhama Gadhavi

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાઠીયાવાડ ના અશ્વો નું સપાખરુ

ઘોડાનુ વર્ણન કરતુ આ કવિત
મુ. લાખેણી જી. બોટાદ ના
કાઠી દરબાર ના બારોટજી
રાણીંગદેવે અદભુત વર્ણન કર્યું છે

થંભ દેવળ જસા પગ માંડે થોડા,
છાતી બાબ ઢાલથી ચોડા..

ખટ ત્રીસા થી થયેલ ન ખોડા,
એવા ઘોબા ધણી સમિપે ઘોડા…

સાંકળ વાંભ મોકલી છોટી,
કાળી આંખે મળે કોટી…

માણેક લટ મોઢાથી મોટી,
કલમ સરીખી દોય કનોટી…

થોક સાચરા રૂપા થાળી,
પુરે પંખે થયેલ પંચાળી…

મોર જસી ગરદન મરમાળી,
કેશવાળી ઢીચણ લગ કાળી…

પીઠ જેસી ગજરાજ પ્રબંધા,
શોભે શૈલી પુછ સબંધા…

બજાણીયા જૈસા દિલરા બંદા,
કાઠી આલે કુકડ કંધા…

વેંત કનેના જુઠની વાલે,
ત્રીય બાજોઠ સારખા તાલે…

નિર પાવા બેટાને નો આલે,
ઈ આલણરો મોજમા આલે…

ભલપણ ઘણું માલરો ભરિયો,
ફરે થાળવામાં ફેરવીયો

કવિને દાન ખુમાણે કરિયો,
ચિત્રામણ જેવો કેસરીયો….

ચાલે વેગે પવનથી છાયો,
નાચે નટવા જેમ નચાયો

છેડયો કુદે કોટ સવાયો,
જાગમ દિયે રૂખડરો જાયો..

બાબે સરખો થયેલ નબાદો,
શોખે વાન પુનમરો ચાંદો

જોતા દિલ્લી તણો શાહજાદો,
દાન સમંપે વીસળ દાદો..

#charani_sahitya_

Gujarati Good Night by Mukesh Dhama Gadhavi : 111899996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now