...." હાસ્ય દિવસની શુભેચ્છા "
ઉજવીએ હાસ્ય દિવસ રંગેચંગે;
ખીલ ખીલી ઊઠે હર કોઈ ઉમંગે;
આપીએ શુભેચ્છા હાસ્ય દિવસની,
મુસ્કાન લાવીએ એકબીજાની સંગે;
ફિક્કા પડી જાય રંગ મેઘધનુષનાય,
એ રીતે રંગાઈ જાઈએ હાસ્ય રંગે;
રાખીએ હમેશાં સ્મિત હોઠો પર કે,
છૂપાઈ જાય ચિંતાનો ભુજંગ સુરંગે;
ચોમેર ફેલાઈ જાય મુસ્કાન એ રીતે કે,
પહોંચે "વ્યોમ" સુધી હાસ્યની તરંગે;
✍...©વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર