નવ નવ મહિના જે ગર્ભને ઉદરે ધરે છે
જેની પાછળ રાત દિવસ એ જાગે છે
જેના દુઃખમાં દુઃખી ને સુખમાં સુખ ભરે છે
નિષ્ઠુર સુતને માત-પિતા હવે ભાર લાગે છે
જેને ખભે બેસાડી લઈ જેગામ ગામ ફરે છે
એજ માતપિતા ને ઘરડાઘરમાં મુકી જાય છે
લાખો હજારો ખર્ચી એનાં પેટ જે ભરે છે
વૃશ્ચિક બની એનાં માતાપિતા ને એ ખાય છે
જુવાનીમાં જેના છપ્પન ભોગથી પેટ જે ભરે છે
વૃધ્ધા વયે એક કોળીયો ખાવાને તરશી જાય છે
કહે નર જીવતાં જેની ભાળ ક્યાં લીધી છે
ભાદરવે જે કાગવાસ કાગવાસ ઘરે ધરે છે
નારાયણ કહે નરને કોણ અહીં અવતાર ધરે છે
આ મનુષ્ય સેવા માતપિતાની ભુલી ચાર ધામ ફરે છે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા