*ઝાકળ બિંદુ*
કહે છે કે મોતીઓ મળે છે મહાસાગર
તરુ તરુ પર મોતીઓ નું છે મહાસાગર .
પ્રભાતે બ્રહ્માંડમા એક ઉદય થાય સૂર્ય,
દુમ દુમ પર દેખાય છે અનંત મેઘધનુષી સૂર્ય.
ઝાંખા પડે છે જગતમાં હીરા ને ઝવેરાત,
ચટકતા ચમકતા ઝાકળનાં જોઈ ઝવેરાત.
ફુલ પરનું એક એક બિંદુ સપ્તરંગી શોભે છે,
એટલે તો નર તાર મનને આ સુંદર દશ્ય લોભે છે,
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કચ્છ