Gujarati Quote in Motivational by Sandeep Thakor

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંગઠન

એક વ્યકિત હતો, જે હંમેશા પોતાના સંગઠનમાં ખૂબ સક્રિય હતો.
તેને બધા ઓળખતા હતા.
દરેક તેને ઘણું માન-સન્માન આપતા હતા.
કોઈ સંજોગોવસાત તે સંગઠનમાંથી અલગ ( નિષ્ક્રીય ) રહેવા લાગ્યો, કોઈને પણ મળવાનું બંધ કરી દીધું .
મેસેજ કરવાનું પણ બંધ કરી દીધું. અને સંગઠનથી દૂર થઇ જાય છે.
થોડા અઠવાડિયા પછી ખૂબજ ઠંડી હતી અને રાત્રીમાં સંગઠનના મુરબ્બી માણસે તેને મળવાનું નક્કી કર્યું.
અને
મુરબ્બી માણસ તેના ઘરે આવ્યા
અને જોયું તો આ માણસ ઘરે એકલો જ હતો. અને તગારામાં લાકડાનું તાપણું કરીને સામે બેસી આરામથી તાપતો હતો.
તે માણસે ઉભા થઇ આવેલાુ મુરબ્બીનું સ્વાગત કરી આવકારો આપ્યો.
બંન્ને તાપણાની સામે શાંતિથી બેઠા. તાપણાની આગની જવાળા ઉપર સુધી ઉઠતી હતી. તેને જોતાં હતાં . થોડી વાર , મુરબ્બીએ કાંઈપણ બોલ્યા વિના ,
તાપણામાંથી એક સળગતુ એક લાકડુ લઈ તાપણાથી, અલગ કરી બાજુમાં રાખી દીધું. અને પાછા શાંત બેસી ગયા.
તે માણસ આ બધું ધ્યાન થી જોઈ રહ્યો હતો. અને
લાંબા સમયથી એકલો રહેતો હોય , અને તેના સંગઠનના મુરબ્બી ઘરે આવ્યા હોય મનમાં ને મનમાં આનંદ લઈ રહ્યો હતો.
અને મનમાં વિચારતો હતો કે આજે તે સંગઠન ના મુરબ્બી સાથે છે.
પરંતુ તેને જોયુ કે લાકડાના તાપણામાંથી જુદુ (અલગ) રાખેલ સળગતુ લાકડુ ધીરે ધીરે ઠરવા લાગ્યુ હતું અને અગ્નિ ઓછી થવા લાગી હતી.
અને થોડી વાર પછી સાવ ઓલવાઈ ગયું હતું. અગ્નિ સાવ બૂઝાઈ ગયો ,
હવે તેમાં કોઈ આગ કે ચમક રહી નથી.
થોડીવાર પહેલા આ લાકડામાં જે આગ અને પ્રકાશ હતો ,
તે હવે કોલસા સિવાય કાંઈ ન હતું !
હવે બંને એ એકબીજા ના ખબરઅંતર પૂછ્યા અને ઓછામાં ઓછા શબ્દોમાં વાતો કરી.
મુરબ્બી એ જતા જતા , અલગ કરેલ અને ઠરી ગયેલ લાકડાને ઉઠાવીને પાછી સળગતી આગમાં રાખી દીધી.
આ લાકડુ ફરીવાર સળગવા લાગ્યુ અને પહેલા જેવો પ્રકાશ આપવા* આપવા લાગ્યુ અને ચારેબાજુ રોશની અને તાપ* *આપવા લાગ્યું.

ત્યાર પછી આવેલ મુરબ્બી જવા લાગ્યા ત્યારે આ માણસ ઘરનાં દરવાજા સુધી વળાવવા ગયો અને બોલ્યો આપે મારા ઘરે આવી મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે.
આજે આપે કાંઈપણ બોલ્યા વિના એક વાત સરસ બતાવી છે કે, એકલા વ્યકિતનું કાંઈ મહત્વ કે અસ્તિત્વ છે જ નહીં.
સંગઠન કે ગ્રુપના સાથ સહકાર થકી જ માણસો ઓળખાતા અને ઉજળા હોય છે.
સંગઠન થકી જ માણસોની પહેચાન હોય છે.
સંગઠન સર્વોપરી હોય છે. સંગઠન પ્રત્યે અમારી નિષ્ઠા અને સમર્પણ કોઈ વ્યકિત માટે નહીં , સંગઠન ની સાથે જોડાયેલા વિચાર , સિદ્ધાંતો પ્રત્યે હોવી જોઈએ
સંગઠન કોઈપણ પ્રકાર નુ હોઈ શકે છે , પારિવારિક , રાજકીય , પક્ષીય , સામાજિક, વ્યાપારિક કે સાંસ્કૃતિક વિગેરે વિગેરે.....

સંગઠન વિના માનવ જીવન અધૂરું છે.
જયાં પણ રહો સંગઠીત રહો..!!

Gujarati Motivational by Sandeep Thakor : 111898780
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now