Gujarati Quote in Motivational by Bhanuben Prajapati

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - પુસ્તક સાચો સાથી

પ્રસ્તાવના - પુસ્તકની પાંખે શબ્દ જ વાંચતા થાય કે પુસ્તક એક ઉડતી વાણી છે જે દરેકને જીવનની ઉજળી તક પૂરી પાડે છે.

રચના
*****
પુસ્તકનો સાથ એટલે હ્રદયમાંથી નીકળતી તમામ લાગણીઓને ભરી દેતો અનહદ નિર્મળ કરતો સાથ. પુસ્તક એક મિત્રની ગરજ સારે છે. એકાંતમાં રહેતા માનવી માટે જીવન જીવવા અને જીતાડવા માટેનો પુસ્તક એક માત્ર સહારો બની જતો હોય છે. ઘણા લોકોના હ્રદયમાં પડેલા " ઘા" ને પુસ્તક માનસરૂપે નીકળતી વાણી લેખનરૂપે લખીને તેના હૃદયનો ભાર હળવો કરવામાં પુસ્તકે ઘણો સાથ આપતું હોય છે. પુસ્તકમાંથી ઘણા લોકો વાંચીને તેમના સોનેરી ભવિષ્ય ઊજળું પણ બનાવ્યું છે. પુસ્તક એક સરસ્વતીરૂપી અભિભૂત પ્રેરણા આપતો મનુષ્યની એક માત્ર પ્રેરણાસ્ત્રોત બનીને આપણા જીવનમાં આનંદ, ઉલ્લાસ ભરી દેતું હોય છે. પુસ્તકને સથવારે તો માનવી વાંચન,લેખનથી પોતાના જીવનમાં ઉમળકા સાથે જીવનને જીતી શકે છે અને પોતાના જીવનમાં નવા પ્રયાસ સાથે નવો રાહ પણ અપનાવી શકે છે.
પુસ્તક એટલે " જ્ઞાનનો ભંડાર " દરેક પ્રકારનું જ્ઞાન આપણને પુસ્તકમાંથી મળી રહે છે. માણસના જન્મથી શરૂ કરીને મૃત્યુના અંત સુધીની તમામ લેખકની રચનાઓ પુસ્તકમાંથી આપણને મળી રહે છે. જીવનની આગળ વધવાની પ્રેરણા પણ પુસ્તક જ આપે છે. પુસ્તક એ દરેકની જિંદગીમાં અદભુત આનંદ આપતું અને સાથ આપીને સહાય કરતું એક માત્ર " પ્રેરણાબિંદુ" બની રહે છે.


આપણા પૂર્વજોએ આપેલ સંદર્ભો, ગ્રંથો, સાહિત્ય બધું પુસ્તકમાંથી આપણે વાંચીને ભવિષ્યમાં કામ આવે તેવી બાબતોને સ્વીકારીએ છીએ. ઇતિહાસને જાણી શકીએ છીએ. વિજ્ઞાનની સંશોધનની પ્રવૃતિઓ આપણે પુસ્તક દ્વારા જાણી શકીએ છીએ. આધુનિક પુસ્તકોનો ખજાનો પ્રભુ સુધી લઈ જતો હોય છે. સામાજિક, ધાર્મિક, ઐતિહાસિક પુસ્તકની સારી બાબતો આપણને સ્પર્શી જતી હોય છે. જે કોઈ વ્યકિતને સહેજ પણ ટાઈમ મળે તો પુસ્તકમાં હાથમાં લઈને વાંચવું જોઇએ, જેનાથી તમે તમારા મનને કાંઈક અલગ અનુભૂતિ કરતી એક પ્રક્રિયા સાથે તમે કંઈક નવું જાણવાની વિચારવાની શક્તિ પ્રાપ્ત કરી શકશો.
બાળક જન્મે છે ત્યારથી એનું જીવન પુસ્તક સાથે શરૂ થાય છે. કારણકે બાળક જન્મે તરત પહેલા એના જન્માક્ષર આપણે જોવડાવીએ છીએ. મૃત્યુના અંત સુધી પુસ્તક આપણી સાથે જોડાયેલા રહે છે. કારણ કે માણસની મૃત્યુ પછી વેદ પુરાણ કે શાસ્ત્રોનો પાઠ,પૂજન કરાવીએ છીએ.
" પુસ્તક વિનાનું જીવન એક કૂવામાંના દેડકા જેવું છે. "



પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા" વડસ્મા

Gujarati Motivational by Bhanuben Prajapati : 111897206
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now