વિનય અને મૃણાલી બંને ખૂબ જ ખાસ મિત્રો હતા. ધીમે ધીમે બંનેની દોસ્તી પ્રેમમાં પરિણમી. બંને જણા કંપની જોઈન્ટ કરી અને બંને જણા તે કંપનીમાં કામ કરવા લાગ્યા. મૃણાલીને વિનય પર ખૂબ જ ભરોસો હતો બંને જણા ખૂબ જ નજીક આવેલા હતા. વિનય અને મૃણાલી બંને જણા પિક્ચર જોવા જાય, કોફી પીવા જાય પરંતુ બંનેની વાતો ખૂટે જ નહિ.
દક્ષાને આ બંનેની જોડી જોઇને ખૂબ જ ઈર્ષા આવતી હતી. એને થયું કે ખરેખર મૃણાલિની ખૂબ જ નસીબદાર છે કે એને વિનય જેવો પ્રેમી મળ્યો છે.
દક્ષા દેખાવમાં ખૂબ જ સુંદર હતી. વાત કરવામાં તો જાણે કે એની વાણીમાં મીઠાશ રહેતી હતી. કોલેજમાં બધા જ એની પાછળ હતા પરંતુ એ વિનયની પાછળ હતી. વિનયએ મૃણાલિની સાથે પ્રેમનો એકરાર કરી દીધો હતો. દક્ષા એ પણ કોલેજ પૂરી કરી હતી પરંતુ એ પણ એ જ કંપનીમાં જ જોબ કરતી હતી. વિનય અને મૃણાલિની બંને જણાને દક્ષા પ્રત્યે કોઈ શંકા નહોતી કારણ કે તેઓ દક્ષાને મિત્ર જ માનતા હતા.
વિનય એ દક્ષા ને કહ્યું : ખરેખર દક્ષા તું ખૂબ જ રૂપાળી છે. તને તો જોઈએ તેવો મિત્ર અને જીવનસાથી મળે એમ છે.
દક્ષાએ ત્યારે કહ્યું : પણ મારે તો તું જોઈતો હતો પણ તું તો મને મળ્યો જ નહીં, હું જે દિવસે તમે પ્રેમનો એકરાર કરું તે પહેલા મૃણાલિનીએ પ્રેમનો એકરાર કર્યો હતો.
મૃણાલિની એ કહ્યું : તે મને કહ્યું હોત તો કદાચ હું પાછી ખસી ગઈ હોત, પરંતુ તે બહુ ખૂબ જ મોડું કરી દીધું. આ સાંભળીને દક્ષા ને જાણે કે ધરતી પરથી જમીન સરકી ગઇ હોય અને કાપો તો લોહી ના નીકળે એવી એની હાલત થઈ ગઈ. એને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા વિનય અને મૃણાલિની વચ્ચે આવવાના પરંતુ બંનેની દોસ્તી અતૂટ હતી. એમને એકબીજા પર ભરોસો હતો.
એક દિવસ દક્ષાએ વિનયને કહ્યું કે, હું તને પ્રેમ કરું છું, હું તારી સાથે લગ્ન કરવા માગું છું, હું મૃણાલી કરતા રૂપાળી છું, બધી રીતે તારા લાયક છું. મારામાં કોઈ ખામી હોય તો મને જણાવી શકે છે.
વિનયએ કહ્યું : બસ, તારામાં એક જ ખામી છે અત્યારે તું જે શબ્દો બોલી રહી છે એ જ મોટી ખામી છે. ક્યારેય પણ કોઈની પાછળ નિંદા કરવી જોઈએ નહીં. બસ તેથી વધારે મારે કંઈ કહેવું નથી.
મૃણાલિની દુરથી બધું સાંભળી રહી હતી એને તેને વિનયના પ્રેમ પર ખુબ જ ગર્વ થતો હતો. ફરી દક્ષાને આંગળી કાપો તો લોહીના નીકળે એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ અને તે ત્યાંથી ફટાફટ ભાગી ગઈ. વિનય અને મૃણાલિની ત્યાંથી કોફી પીવા માટે ચાલ્યા ગયા.