....." ચાલતો રહ્યો "*
બની પડછાયો એની પાછળ રાહમાં ચાલતો રહ્યો;
હું તો બસ એક જણની જ ચાહમાં ચાલતો રહ્યો;
કંટક મળ્યાં, ઠોકરો મળી, મળ્યાં ઘણાય આઘાત,
ધગધગતા ભરેલા અંગારની દાહમાં ચાલતો રહ્યો;
પરાકાષ્ઠા મીલનની એ ઘડીની પણ જોઈ લો દોસ્તો,
કહેવું'તું ઘણું પણ એમની નિગાહમાં ચાલતો રહ્યો;
કબૂલ્યું "વ્યોમ" કે ચાહત છે, ભારોભાર એમનાથી!
જિંદગીભર કરેલા એક એ ગુનાહમાં ચાલતો રહ્યો;
ઘાતો પણ છે ઘણી માથે, અંગતો ને પારકાની "વ્યોમ"
બસ શ્રધ્ધા વિશ્વાસે ઈશ્વરની પનાહમાં ચાલતો રહ્યો;
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર