ખુદ ભગવાને પોસ્ટ લખી હોય એવું જ લાગે ,
જેણે લખ્યું છે એ અફલાતૂન લખ્યું છે.
તમે કરોડો છો , ને હું એક છું .
મારે શાંતિથી રહેવું હોય ,
પણ.....
તમારે મંગળા આરતી કરવી હોય એટલે મને
વાઘાં પહેરાવી અને બાબલાની જેમ તૈયાર
કરી દો છો.
ભોગ મને ધરાવો છો , અને આરોગો છો પોતે .
જે દિવસે એક જલેબી
ચાખીશ , એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ
થઈ જશે , તે જાણું છું.
લગ્ન નથી થતાં તે મંગળફેરા માંગે છે ,
સંતાન નથી તે ઘોડિયું માંગે છે .
કોઈને નોકરી જોઈએ છે ,
તો કોઈને છોકરી .
માબાપ ખાસ કોઈને જોઈતાં નથી ,
પણ મિલકત બધાંને જોઈએ છે .
કોઈ કમાવા માંગે છે , તો કોઈ ચોરી કરવા
માંગે છે .
કોઈને બજાર ઊંચું લઈ જવું છે , તો કોઈને મફતનું
જોઈએ છે .
કોઈ રોટલો માંગે છે તો કોઈ ઓટલો ,
જે આવે છે તે ઘંટ ખખડાવી ને મારા
કાન કોતરે છે .
હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા
ઘટી જાય છે .
કોઈનું કામ થઈ જાય છે તો મને મહાભોગ ચડે છે.
વરસાદ નથી આવતો તો યજ્ઞ થાય છે .
આકાશ ખાબકે છે , તો ખમ્મા કરવાનું મને
કહેવાય છે.
પણ સાચું કહું , હું કૈં નથી કરતો .
નથી હું પરણાવતો ,
કે નથી કોઈનું છૂટું કરતો .
જંગલ હું નથી કાપતો ,
હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં ,
અમીર હું નથી કરતો ,
ગરીબી મેં નથી આપી .
તમને લીલીછમ પૃથ્વી આપી રહેવા માટે
એની તમે રાખ કરો તો એમાં મારો શો વાંક ?
મેં અણુ આપ્યો ,ને તમે બૉમ્બ બનાવ્યો ,
પછી કહો કે , શાંતિ વાર્તા કરો ,
તો કેવી રીતે કરું ?
સાચું કહો , તમે મને ઈશ્વર માનો છો કે
નોકર ?
પ્રાર્થના ની આડમાં તમે આજ્ઞાઓ જ કરો
છો , કે બીજું કૈં ?
ને તમે ઈચ્છો છો કે તમે સેવા કરો છો છતાં પણ
હું કોઈનું સાંભળતો નથી ?
હું મેરેજ બ્યુરો નથી ચલાવતો કે નથી ચલાવતો
કોઈ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ .
મેં કોઈનું કૈં બગાડ્યું નથી કે નથી મારે
કોઈ પાસેથી કૈં જોઇતું .
શ્રીફળ વધેરી અને મને વધેરવાનું રહેવા દો તમે .
આપવાનું હતું તે આપ્યું જ છે , હવે મારી પાસે કૈં નથી
કૃપા કરીને હવે કૈં માંગી અને મને શરમાવશો નહી.
તમારું કામ થઈ જશે , એમ કહેનાર મારા કોઈ
સહાયક કે કમિશન એજન્ટો મેં નિમેલા નથી ,
માટે તેવા લોકોથી બચો.
તમે આજ સુધી ઘણી પ્રાર્થનાઓ કરી
પણ , આજે હું તમને એક પ્રાર્થના કરું છું
અને એ પણ જાણું છું ,
હું જે કહું છું એ પછી કોઈ મારી પાસે મંદિરમાં આવવાનું
નથી .
તોય કહું છું....
કોઈ માંગણી ન હોય
તો જ , મારી પાસે આવજો .
અને હા , છેલ્લે છેલ્લે એટલું જ
કહીશ કે , તમારા કર્મ પર ધ્યાન આપજો .
મારી વ્યથા ને અનુભવજો એવી આશા સાથે
શબ્દોને વિરામ આપુ છું.
આ બધું કર્મનું ચક્ર છે.
કર્મ ફળ આપ્યા વગર રહે જ નહીં.
જેવા કર્મ કરશો તેવું ભોગવશો.
લી.
તમારો પણ ,
તમારાથી થાકેલો પ્રભુ .