...." આલાપ જિંદગીનો "
કેવો છેડ્યો જિંદગીએ આલાપ છે?
જુદી છે લય અને જુદો જ રાગ છે;
સુખ દુઃખ વિશે શું કહેવું? જવા દો!
એ પણ જીવનનો જ એક ભાગ છે;
ચાલો ફરી જોડાઈ જૈએ નિભાવવા,
જવાબદારીઓ વિના ક્યાં ઉધ્ધાર છે?
કોઈને લાગે છે ચાંદ સૌથી સુંદર તો,
કોઈને ચાંદમાં પણ દેખાય દાગ છે;
ચાલ છોડ "વ્યોમ" હવે ફિલોસોફી,
દોસ્ત તું પણ ક્યાં એમાંથી બાદ છે?
✍...© વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર