*શબ્દ શણગાર પ્રતિયોગિતામાં કૃતિ મોકલવાની ફોર્મેટ.*
*પ્રતિયોગિતા ક્રમાંક:* ૪૩
*નામ / ઉપનામ:* નારાણજી જાડેજા *"નર"*
*ગામ:* ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ.
*વિષય:* પુસ્તક
*પ્રકાર:* અછાંદસ પદ્ય
*શબ્દ સંખ્યા:*૧૧૧
*શીર્ષક:* પુસ્તકનાં પાને પાને
વેદો, ઉપનિષદોનાં ગ્રંથ લખ્યાં પુસ્તકનાં પાને પાને,
વાલ્મીકિજી લખે પ્રભુ રામનું જીવન પાને પાને,
રચાયું મહાકાવ્ય રામાયણનુ ગ્રંથ પાને પાને,
વેદ વ્યાસજી કહે શ્રીગણેશજી લખે પાને પાને,
રચાયું ધર્મ યુદ્ધનું મહાન ગ્રંથ મહાભારત પાને પાને,
શ્રીકૃષ્ણ ઉપદેશ કહે પાર્થને હનુમાનજી કરે હુંકાર પાને પાને,
રચાયું ભગવદ્ ગીતાનું જ્ઞાન પુસ્તકોનાં પાને પાને,
રચ્યાં જીવન ચરિત્રો ઋષિઓ મુનીઓ દ્વારા પાને પાને,
અઢાર પુરાણોનાં બ્રહ્મ તત્વી રહસ્યો સમાયા પાને પાને,
સંતો-મહંતો લખી ગયા હરિ નામનાં ગુણગાન પાને પાને,
વીર શહીદોની વાણી લખાણી પુસ્તકોનાં પાને પાને,
વહે સરિતા મા સરસ્વતીનાં સંગીતની પુસ્તકોનાં પાને પાને,
વિજ્ઞાન, ગણિત, જ્યોતિષનાં ભર્યા ભંડાર પાને પાને,
કહે *નર* આ નાના પુસ્તકોમાં શક્તિ બ્રહ્માસ્ત્ર જેવી પાને પાને.
*✍️નામ:* જાડેજા નારણજી વાઘજી
*"નર"*
*આ રચના મારી મૌલિક અને અપ્રકાશિત છે, જેની હું ખાત્રી આપું છું.*