" ખરેખર "
( ગઝલ )
ધડકન બની ગયા છે એ જ્યારથી ખરેખર.
બેચેન બહુ રહે મન એ ત્યારથી ખરેખર.
છાયા સમાન સાથે કાયમ રહે બરાબર;
ના છૂટવાનો પીછો એ પ્યારથી ખરેખર.
આ જિંદગી ખપાવી છે જ્યારથી પ્રણયમાં;
ના કોઇ મોહ છે આ સંસારથી ખરેખર.
બોજો સહન ન થાતો ચિંતા તણો જુઓ તો;
નમતો ઘણો ગયો છું આ ભારથી ખરેખર.
આપે જરા ઉતર ના સમજણ મને પડી ગઇ;
Bન્દાસ ખુશ ઘણો છે ઇઝહારથી ખરેખર.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : ( ગા ગા લ ગા + લ ગા ગા )× ૦૨