આજે નયન પણ બન્યાં અધીર હરખાતી આવ તું !
વિયોગે ઉરે ભોંકાતા તાતાં તીર શરમાતી આવ તું..!
કેટકેટલી કરી પ્રતિક્ષા તારા આગમન કાજે ઉમંગે,
જાણે હરાઈ ગયું તનમનનું હીર મલકાતી આવ તું !
સઁવારી દે રસ્તાને તારા પદરવથી એ ઝંખતો હશેને,
કરીને નુપૂરરવ તારો મુજ અજીર મુસકાતી આવ તું.!
અદમ્ય ઉત્સાહને સોનેરી સપનાં ભર્યાં તારી આંખે,
નથી તારા સમાન જગમાં અમીર મદમાતી આવ તું.!
ભૂલી પડી કોઈ સ્વર્ગસુંદરી મદનબાણને પ્રહારતી,
વિશ્વવિજય કરતી જાણે લકીર ગણગણતી આવ તું
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.