સમાજમાં કે મિત્ર વર્તુળમાં કોઈનું મરણ થય જાય ત્યારે એમનાં રીતી રીવાજ મુજબ બેસણું અને બધી વિધી કરતા હોય છે.
જ્યારે અગ્રી સંસ્કાર કે દફનવિધિ કરે ત્યારે આપડે પણ જાવું પડે
આપણને ખબર જ હોય કે આવા પ્રસંગોમાં સમય નું કાઈ નક્કી નથી હોતું એટલે લોકો ઘરેથી જ કે બહારથી પેટનું કરીને આવે કેમ કે આવા પ્રસંગોમાં મોડુ થાય અને પછી આવીને રડે સો સો હૈયા કરે મારો બાપ મારો બાપલીયો પણ પરબારા તાજામાજા થયને આયા હોય, ખાલી ફોર્માલીટી માટે.
પણ, સમીયાણે સૌ કોઈ મો સામે મયડ મયડ કરે
કે રાતા આંહુડે રોવે ઈ નાયંધુ વિનાના નાગડા.
પારકા હોય નેં એને પાણીના આંહુડા આવે,
પણ પોતાના હોય નેં એને લોયના આંહુડા આવે. 😥
ઈ દેખાય નય પણ જે અંદર હાલતું હોય જે વેદના થાતી હોય નેં એનું શબ્દોમાં વર્ણન શક્ય નથી.