Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હરિ મારે અંતરના અનુરાગ.
હરિ મારે ઘેર બેઠાં પ્રયાગ.

નામસ્મરણે સહજ આનંદને,
છૂટે માયા કેરો બંધને.
હરિ મારે વસંત જીવનબાગ..હરિ..1

અંશ અંશીનું મિલન ક્યારે?
હરિવર સદા એક વિચારે.
હરિ છૂટે વાણી વૈખરી કાગ...હરિ..2

હશે ઝંખના હરિવર મારી,
સર્વસમર્પણની તૈયારી.
બુઝાવોને દિલદુગ્ધાની આગ..હરિ..3

તડપન ધડકન પળેપળ રહેતી,
અંતર આરઝૂ નૈનથી વહેતી.
હરિ મારે પતિવ્રતા સોહાગ...હરિ..4

- ચૈતન્ય ચંદુલાલ જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111895294
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now