ભજનામૃત મનજી મનરવ
વિચાર કરીલે મનવા વિચાર કરીલે.
મોઘો મનખો તારો તું જાણી લે ....
સંસાર સરે કાયા માયામાં ચિતડું ચરે.
ભગત જગતનું ભાન હંચલો સરવર તરે.
બગલો બેઠો ધ્યાન સમજી લે..
મારું તારું કરો તું તવાણો.
ઘન સંપતિમાં રહ્યો બહારો.
અસત્ય જુઠની જડતા જાણી લે .
સસ્તી જીવાયના મોંધા મુલ છે .
કામ ક્રોધને કર્મમાં શુળ છે.
વર્ણાગી મળે તો . વારી લે..
એક સુરતા શબ્દમાં સાધે
વાણી વર્તન રહે સદા વાદે.
ભેદ ભર્મો તું સમજી લે.....
મનજી મનરવ એજ અવતરે.
પ્રેરણા અગાધ ઈશ કૃપા અવસરે.
સ્વ શું તે જાણી પર પારખી લે......