*હતો અને રહીશ*
તારા શબ્દોમાં વણકહેલી
વાત સમજુ છું. હ
મૌનનો સંવાદ સંભળાય
અને
હાસ્ય પાછળ દેખાતું દર્દ સ્પર્શે
પણ...
સંવાદ વચ્ચેનો ખાલીપો
ડોકાયા કરે..
તારી આંખોમાં..
એનાં..
પડછાયા લંબાય
મારા અસ્તિત્વ સુધી
હૃદય અને મનનાં
યુદ્ધમાં
ક્ષત વિક્ષત થતાં
અસ્તિત્વને બચાવવા
મથ્યા કરું
પણ..
મનના અંતતરંગો કોને કહું ?
સ્મરણોને આલિંગનબદ્ધ કરી
તૂટેલા સંપર્ક પર
એક નિશ્વાસ નાખી..
મનોમન એક લટાર
તારા ઘર તરફ..
અને
બસ ત્યારે
ફરક એટલો હોય કે..
પહેલાં હોઠ બોલતાં..
આજે......
મારા અસ્તિત્વનું અણું અણું પોકારે
હા!
તું પ્રિય હતો ને રહીશ છેલ્લા શ્વાસ સુધી...
પણ.... ©
"કાજલ"
કિરણ પિયુષ શાહ