જય હો રામાધણી
ભાદરવા મહિનાની શુક્લ
બીજ એ અવતાર ધરે.
માતાપિતા જોઈ હરખાય
આવ્યાં દ્વારકાધીશ ઘરે.
અજમલજીના આંગણે બાળ
રામદેવજી બાળ લીલાં કરે.
દુધની ધેગ ચુલાથી ઉતારે
જોઈને મા ના સસય ટરે.
ઉડ્યો ઘોડો આકાશે જોઈ
દરજી ઘોડા માં નકી કામણ ભરે.
ભૂલ શિવકારી રામદેવજીની
હરિ ને ભજે એ ભવસાગર તરે.
જોઈ નકલંક દેવના નેજાને
મનુષ્યનાં કમળ નયન ઠરે.
નર આજ રાજા રામદેવજીની
પાવન પરચા ની વાત કરે.
નારાણજી જાડેજા
નર
ગામ ગઢશીશા હાલમાં મુન્દ્રા