મારા હરિએ લીલાં રે કરી
આવ્યાં અષ્ટ અવતાર ધરી
શ્રાવણ મહિનાને પાવન કરી
વદ આઠમના પધાર્યા હરિ
સુતાં રહ્યા સઘળાં સંસારી
વરસાદ વરસ્યો તેડી ભારી
આવ્યાં સાક્ષાત ચક્રધારી
બનીને બાળ લીલાં ધારી
વાસુદેવ દેવકી ને ચિંતા રે ઘણી
કંસ જોઈ બાળ ને નાખશે હણી
માતા કહે તુજને ખમ્મા રે ઘણી
જોઈ હરિને યમુનાજી વધ્યા પાણી
ચાલ્યા દેવ સુડલામા ધરી ને હરિ
સાથે ચાલ્યા શેષનાગ છત્ર ધરી
માતા યશોદા પર હરિએ કૃપા કરી
મથુરાની જેલથી ગોકુળમાં લાલા કરી
બાળ સ્વરૂપે ઘણા દાનવો ને મારી
ભક્તો ની ભીડ ભાગી રે ગિરધારી
ગોપીઓ ને રાધાજી સંગ રાસ કરી
તમે બન્યા ભક્તોના લીલાધારી
પોકારે એને તમે વારે આવ્યા હરિ
કોઈ કૃષ્ણ કોઈ કહે મોહનમુરારી
નર તમને વંદન કરે હેં બંસીધર હરિ
કરે ભાવથી યાદ એના દુખડા હરે હરિ.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા