...." સાધના મહાદેવની "
કરતો જ રહું હમેશાં હું સાધના મહાદેવની;
કરું મૃત્યુંજય જાપથી આરાધના મહાદેવની;
કાળ હરે, દુઃખ હરે, હરે દારિદ્રય કષ્ટ ને રોગ,
એનાથી વધુ શું હોય મારી કામના મહાદેવથી;
લોક કલ્યાણ ખાતર ધરી છે ગંગાને જટા પર,
રહે કૃપા દ્રષ્ટિ જગ પર, છે પ્રાર્થના મહાદેવથી;
પવિત્ર અને પાવન આ શ્રાવણ માસમાં "વ્યોમ"
કર જોડીને કરું હું અવિરત વંદના મહાદેવની;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર