" જિંદગીમાં "
( ગઝલ )
રહો રોજ હોઠે તમે સ્મિત થઇને.
સરસ જે ગમે છે મને ગીત થઇને.
અને એટલે જિંદગીમાં મજા છે;
હૃદયમાં રહ્યા છો તમે મીત થઇને.
કદી ક્યાંય પણ હારવાનો જરા ના;
મને સાથ આપો સદા જીત થઇને.
મને બીક લાગી ન પડવાની ક્યારે;
ઊભા જો રહ્યા છો તમે ભીંત થઇને.
નથી કોઇ દુશ્મન થયો વાતમાં કે;
બધામાં મળો છો તમે પ્રીત થઇને.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લગાગા×૦૩+લગા