" પત્થર હજી "
( ગઝલ )
લેતો નથી અવતાર ઈશ્વર હજી.
પૂજાય બોલો આજ પત્થર હજી.
આવી મળે છે બહુ નદીઓ છતાં;
પ્યાસો જુઓ છે આ સમંદર હજી.
ખુદ જાત પર હસતો રહ્યો જિંદગી;
બોલો હસાવે રોજ જૉકર હજી.
પાવન થયા પરિવાર, બે ઘર છતાં;
બેટા ઘણો વ્હાલો નિરંતર હજી.
પાવન ગણે છે જાતને કામથી;
કાંતે સુતરના તાર વણકર હજી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪