Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તન મન ધન*

કહે મુજને હું ચંચળ ધન
પણ ચંચળ છે તારો મન
ઘણાં ભટકે જોઈ ને ધન
ન ભટકે એ સજ્જન જન.

હોય ભલે ને દુબળો તન
ધનવાન ને તો હોય નમન
મદમા એને ભાવે નહીં અન્ન
ક્યાં ભાવે કરે એ ભજન.

વેઢા ઘસાયા ગણવા ને ધન
તોય પૈસામાં ડૂબેલું એનું મન
કહે નર લાગે એજ છે જીવન
અંતિમ વેળાએ હટે નહીં મન.

કેટલું ને કેમ સંઘરે છે આ ધન
અંત કાળે કામ આવે હરિમાં મન
મૂડી મુડી કહે મુકે નહીં આ તન
એ ક્યાં સમજે છે હરિના કથન.

નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111892618
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now