બાળકના હૃદય સુધી પહોંચવાનો સીધો અને સરળ માર્ગ કયો?
બાળકની તકલીફને પોતાની ચોખ્ખી નજરે જોવા શેના ચશ્મા ઉતારવા પડે?
આખરે બાળક આપણી પાસે આશા શાની રાખે છે?સોના દાગીનાની,પૈસાની, કે પછી એક સારી શિખામણ સાથે અઢળક ભણતર અને ગણતરની ?
એક બાળમાનસમાં ઝેર ભરવુ સારુ?કે, પ્રેમ, દયા, હેત,સન્માન,લાગણી રોપવી સારુ?
આપણને માન ગમતું હોય, તો શું બાળકને તિરસ્કાર ગમે ખરી?
કેટકેટલી ખરાબ પરિસ્થિતિથી લડતું બાળક જયારે ખુલ્લા પગે ચપ્પલ વિના શાળાએ ભણવા આવે, ત્યારે માત્ર બાળક જ ભણવા નથી આવતું, એની આગળની ૧૦ પેઢી સાથે ભણવા આવે છે.
બાળકને કંઈ જ ખપતું નથી, બસ એક હૂંફ જોઈએ, જે એને આગળ વધવામાં મદદ કરી શકે.
-@nugami