Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્વાભિમાન અને શિરોમણી ના પ્રતીક ૩૨ બત્રીસ લક્ષણા મહાવીર પુરુષ
મેઘમાયાની યશોગાથા. ( ભાગ - ૧ )

ગુજરાત રાજ્યના માથે સોલંકિ વંશની ઘજા ફરકતી હતી.
સોલંકિ વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ
સોલંકિ પાટણમાંથી સમગ્ર ગુજરાતમાં શાસન કરી રહ્યા હતા.
રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિ બાંધકામના ઘણા શોખિન હતા.
તેમણે પોતાના દાદાના વખતથી અધુરુ રહેલ
“રુદ્રમહાલય” નુ બાંધકામ પુર્ણ કરી ભારે પ્રસિધ્ધિ મેળવેલ.
સૌરાષ્ટ્રમાં પણ તેમણે ઠેર-ઠેર ઘણા મંદિરો, પાણીની વાવો અને ગઢ
બંધાવેલ જેના અવશેષો આજે પણ
આણંદપુર, ચોબારી, વઢવાણ વગેરે સ્થળોએ જોવા મળે છે..
સિધ્ધરાજ જયસિંહ સોલંકિ રાજ્યની રાજધાની પાટણ
હતી જેના લિધે તેઓ પાટણ નરેશ કહેવાતા.
પોતાના બાપ- દાદાના સમયની પાટણની રોનક
બદલવા તેઓએ સુંદર બાંધકામો હાથ ધરેલ.
આવાજ એક પ્રયત્નોમાં દુર્લભરાજાએ
બંધાવેલ પરંતુ પાણીના અભાવે સદાય
સુકાયેલા રહેતા તળાવને ફરીથી ખોદાવવા તેમણે
માલદેવથી ઓડો, બનાસકાંઠા અને
રાજસ્થાનના મજુરો બોલાવેલા. આ મજુરોમાંની એક સ્વરુપવાન
સ્ત્રી “જસમા ઓડણ” પર તેઓ મોહિ પડેલા. જસમાને
પોતાની રાણી બનાવવા અનેક વિનવિણઓ
તેમણે કરી પરંતુ પોતાના પતિને
તન- મનથી સમર્પિત જસમા રાજા સિધ્ધરાજ
જયસિંહ સોલંકિની રાણી બનવા રાજી ન
થયા અને પાટણ છોડિ પોતાના ગામ જવા રવાના થયા
જ્યાં રસ્તામાં સિધ્ધરાજ જયસિંહ સોલંકિના સૈનિકોએ
જસમાના પતિને મારી નાખ્યા અને જસમાને પકડિ રાજા સામે રજુ કર્યા.

રાજા સામે હાજર થયેલ વિધવા જસમા ઓડાણે
પોતાના કપડામાં છુપાયેલ કટારી પોતાના પેટમા ઉતારી દિધિ અને
મરતા મરતા તેમણે રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિને શ્રાપ આપ્યો કે
પાટણના દુર્લભ સરોવરમાં ક્યારેય
પાણી નહિ આવે અને પાટણની પ્રજા પાણી વગર તરફડશે.
સતિ જસમા ઓડાણના શ્રાપથી શિવભક્ત
સિધ્ધરાજ જયસિંહ સોલંકિ ઘણા વ્યથિત
થઇ ગયા અને પોતાના પાપના પ્રાયશ્ચિત
રુપે સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય
ભાગોમાં શિવમંદિરો બંધાવ્યા.
તેવી જ રીતે દુર્લભ સરોવરને ખોદાવી ૧૦૦૦ શિવલિંગ
ધરાવતુ અન ૫૦૦ માઇલના ઘેરાવાનુ
“સહસ્ત્રલિંગ" તળાવ બનાવ્યુ અને તેમાં વચ્ચે મોટું રુદ્રેશ્વર મહાદેવનુ મંદિર
પણ બંધાવ્યુ. વર્ષો સુધિ આ મંદિર અને તળાવમાં દરરોજ
સવાર સાંજ આરતી થાય ત્યારે ખુદ
રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિ હાજર
રહેતા. પરંતુ સતિ જસમા ઓડાણના શ્રાપના પ્રભાવે
સહસ્ત્રલિંગ તળાવમાં પાણી ન રહ્યુ.

જેના લિધે પાણીની સમસ્યા વિકટ બની અને પાટણમાં લોકો પાણી વગર તરફડવા લાગ્યા.
આ શ્રાપમાંથી મુકત થવા રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ
પોતાના રાજ્યમંત્રી મુંજાલ દ્વારા અનેક
ધર્મગુરુઓ, જ્યોતિષિઓ, બ્રાહ્મણોની સભા બોલાવી જ્યાં પોથીઓ
વંચાઇ, ઘણી ચર્ચા વિચારણાઓ થઇ,
શાસ્ત્રોનો અભ્યાસ થયો અને અંતે ઉપાય જણાવાયો કે
જસમા ઓડાણના શ્રાપથી મુકત થવા અને
પાટણની પ્રજાને પાણીના વલખા મારતી અટકાવવા ઘરતી માતા બત્રીસ
લક્ષણા જીવતા નરનુ સ્વઈચ્છા બલિદાન માંગે છે! આ
સાંભળી સભામાં સર્વે મહાનુભવો સ્તબ્ધ થઇ ગયા.

રાજા સિધ્ધરાજ જયસિંહ સોલંકિએ સભામાં હાજર લોકો સમક્ષ
બલિદાન આપવા હાકલ કરી પણ કોઇ રાજી ના થયુ.
ત્યારબાદ બલિદાનની હાકલ
કરવા ૭-૭ દિવસ રાજ્યભરમાં ઢંઢેરો પિટાવ્યો.
પરંતુ બલિદાન આપવા કોઇ આગળ ન આવ્યુ
કારણ કે સૌને પોતાનો જીવ વ્હાલો હતો.
ત્યારે ઘોળકા પાસે રનોડા ગામે રહેતો
“વણકર” જ્ઞાતિનો વિરપુત્ર, પરોપકારી સંત “માયો”
પાટણના તરસ્યા માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયો. નાનપણમાંજ પિતા ધરમશીના અવસાના બાદ
દાદાની છત્રછાયામાં ઉછરેલ “માયો”
માતા ગંગાબાઇ (ખેતીબાઇ) ના આશીર્વાદ સાથે
પોતાના ઘર્મપત્ની હરખા (મરઘાબાઇ)ની રજા લઇ
યજ્ઞની વેદીમાં હોમાવા તૈયાર થયો.

( વધુ ભાગ - ૩ માં )

Gujarati Motivational by મહેશ ઠાકર : 111891164
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now