Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિશિવાસર તડપે છે દિલ તારા કાજે.
અહોર્રાત એ ઝંખે છે દિલ તારા કાજે.

નથી સલામત છોને બખોલે લપાયેલ,
ક્ષણેક્ષણે એ ધબકે છે દિલ તારા કાજે.

રગેરગમાં ઊતરી ગઈ તારી યાદ પ્રિયે ,
પામવા પોતાનાં વલખે છે દિલ તારા કાજે.

છોને હસ્તરેખામાં ના છૂપાઈ હો પ્રિયા,
હર ધબકારે સ્મરે છે દિલ તારા કાજે.

રોમેરોમે યાદ આજેય છે અકબંધ તારી,
મિલનની આશે મલકે છે દિલ તારા કાજે.

હવે તો શ્વાસસરગમે પણ નામ છે તારું,
એક પ્રસન્નરેખાથી છલકે છે દિલ તારા કાજે.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111890307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now