Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આટલી બધી નફરત કરવી સારી નહિ.
જાતને જલકમલવત્ કરવી સારી નહિ.

નજીક ના રહો તો કશો વાંધો નથી મને,
લાગણીઓ વળી પરત કરવી સારી નહિ.

સાવ નજીક હતાં હૃદયથી યાદ કરો એ,
દૂરી રાખી પાછી શરત કરવી સારી નહિ.

એમ કૈં ગાંઠ વાળીને થોડું બેસાય કદીએ,
ગુસ્સાની આપલે તરત કરવી સારી નહિ.

તમારું જ મૌન અકળાવશે તમને એકદા,
પ્રેમના પ્રસંગોમાં કયામત કરવી સારી નહિ.

એકલો નહિ એકડો છું હું આગે ધપવાનો,
નફરતની વખતે વસાહત કરવી સારી નહિ.

વિચાર્યું છે કદી કે શી વલે થશે ધબકારાની?
તક ગુમાવ્યા પછી મરામત કરવી સારી નહિ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111890299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now