ખોટા દેખાવ કરવાનો સમય છે અત્યારે.
આડંબરથી જીવવાનો સમય છે અત્યારે.
બગલમાં છૂરી રાખીને રામનામ ભણે છે,
મધ જેવું મીઠું બોલવાનો સમય છે અત્યારે.
કર્મયોગીને ગણે છે મજૂર કે ખરસમા સૌ,
ખુશામત કરી રહેવાનો સમય છે અત્યારે.
કેવું પવિત્ર જીવ્યા એ કોઈ નહિ પૂછે અહીં,
કેટલા કમાયા એ ગણવાનો સમય છે અત્યારે.
ભૂલાઈ ગઈ છે માનવતા આચરણમાં એના,
ઈન્સાનિયતને શોધવાનો સમય છે અત્યારે.
શોર્ટકટનો સિલસિલો ચાલે છે સર્વત્ર સહજ,
રાજમાર્ગને ચાતરવાનો સમય છે અત્યારે.
ભૂલો બતાવશે જરુર પણ બીજાની નિરંતર,
પોતાની ભૂલ છાવરવાનો સમય છે અત્યારે.
ગણાય છે હોશિયાર બીજાને છેતરી જનારા,
ભોળાભાઈએ સાચવવાનો સમય છે અત્યારે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.