જેને જેટલો જોતો હતો, અવકાશઆપી દીધો,
સ્વમાંથી એટલો મેં, અજવાશ આપી દીધો.
હતું જે થયું નહોતું, એમ પળમાં ગુમાવી દીધું,
તો ય જીવનચક્રને, મેં પ્રેમથી વધાવી લીધું,
આંખની પાંપણે આવેલ આંસુને, એમ રોકી લીધા,
આંસુય તારી યાદના ને, સમજી સાચવી લીધા.
કિસ્મતની લકીરમાં નથી, મેં મનને મનાવી લીધું,
દોસ્ત! હાથમાંથી સઘળું છૂટ્યું, એ યાદમાં સમાવી લીધું.
-Falguni Dost