ક્યારેક તું મને સમજજે,
ક્યારેક હું તને સમજીશ,
પણ મન ભેદ કરીશ માં,
ક્યારેક તું ગુસ્સે થઈ જઈશ,
ક્યારેક હું ગુસ્સે થઈ જઈશ,
પણ અબોલા લઈશ માં,
ક્યારેક તુ પ્રેમ વરસાવજે,
ક્યારેક હું પ્રેમ વરસાવીશ,
પણ નફરત ની વાત કરીશ માં,
ક્યારેક તું બાળક બની જજે,
ક્યારેક હું બાળક બની જઈશ,
પણ દિલમાં રહેલું બાળપણ છોડીશ માં,
ક્યારેક તુ જિંદગી બની જજે,
ક્યારેક હું જિંદગી બની જઈશ,
પણ દૂર જવાની વાત કરીશ માં,
ક્યારેક તું મારું સર્વસ્વ બની જજે,
ક્યારેક હું તારું સર્વસ્વ બની જઈશ
પણ બીજા માટે સર્વસ્વ બનવાની કોશિશ કરીશ માં
તુ માત્ર મારું સ્મિત છે; દુનિયા માટે રડીશ માં.
એન. આર. ખીમસુરિયા