*શું નથી કર્યું , MORDEN દેખાવા માટે ??*
ફાટેલાં કપડાં (જીન્સ) પહેર્યા
મચ્છરો કરડતા હોય છતાં muni scirt પહેર્યા
વાળ ને colour કરીને વાળની પથારી ફેરવી નાખી, એટલી હદ સુધી કે વાળ ઉતરી ગયા અને હવે પૈસા ખર્ચીને hair weaving કરીને બનાવટી વાળ લગાવ્યા..
પૌષ્ટિક અને સાત્વિક ખોરાક છોડીને મોંઘા ભાવના pizza અને પાસ્તા ખાધા અને શરીરની પથારી ફેરવી કાઢી..
પોસાય કે ના પોસાય,મોંઘા iphone ખરીદ્યા (પછી ભલે ને ઉઘરાણી વાળા ના ફોન નથી ઉપાડતા)
રાત્રે મોડા સુધી ઘુવડ ની જેમ જાગીને , તબિયતની પથારી ફેરવી દીધી..
Hard work બંધ કરી દીધું અને જીમ join કરીને રોલા પડવામાંથી ઊંચા નથી આવતા...
Self વિષે વિચારવાનું છોડી ને, selfi માંથી ઊંચા નથી આવતા..
મા - બાપ ની જોડે બેસવાનો ટાઇમ નથી પણ કુતરાને ફરવા અચુક લઈ જઈએ છીએ..
જય જીને્દ્ર અથવા જય શ્રી કૃષ્ણ છોડીને good morning ના રવાડે ચડ્યા..
અંગ્રેજીમાં ગાળો બોલી અને સિગારેટના ધુમાડા કાઢીને અમે બધાનું ધ્યાન ખેંચવા ખુબ વલખાં મારીયે છીએ પણ કોઈ અમારી સામે જોતું પણ નથી..
મારા કપડા જેટલા ટૂંકા છે એના કરતાં આ લીસ્ટ ઘણું મોટું છે..
પણ અમે રહ્યા મોર્ડન માણસો અમારી પાસે જિંદગીની important વાતો માટે સમય નથી પણ હોટલની બહાર waiting માટે અમારી પાસે ટાઇમ જ ટાઇમ છે..
સાહેબ, અમારા વિચારો મોડર્ન નથી , પણ અમે દંભ તો મોડર્ન હોવાનો કરીશું જ.. પછી ભલેને એમને depression આવી જતું...
#priten 'screation