...." પ્રથા જિંદગીની "
પ્રથા જિંદગીની કેવી અજીબ છે?
ગમતું હોય એ જ ક્યાં નસીબ છે?
દુઆમાં કેમ કરી યાદ કરવું કોઈને?
દર્દ આપે એ જે દિલથી કરીબ છે;
ન જુવે ટાણું-કટાણું કે ઘુપ-છાંવ,
આવી જાય યાદ એવી રકીબ છે;
સવાલ તો તારાથી ઘણા છે જિંદગી,
સુખ દુઃખ કેમ એકમેકના હરીફ છે?
ઘાવો અતીતના પણ ભરાશે "વ્યોમ"
સમય જ તો એક સાચો તબીબ છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર