Gujarati Quote in Good Morning by Mukesh Dhama Gadhavi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"પૂર્ણ વિરામ"નો મહિમા !!

ગામડામાં રહેતી એક અડધુ ભણેલી મહિલાનો પતિ શહેરમાં નોકરી કરતો હતો. ઘણા દિવસો સુધી તેના પતિ તરફથી કોઇ પત્ર વ્યવહાર ન થયો તો તેની પત્નીએ વિચાર્યું કે તેના પતિને પત્ર લખવો જોઇએ.

તે મહિલાએ પત્ર તો લખ્યો પણ તેને ખ્યાલ ન હતો કે પુર્ણ વિરામ ક્યા મુકવુ જોઇએ. એટલે તેને જ્યાં ઠીક લાગ્યું તેની રીતે પુર્ણ વિરામ મુકી પત્ર લખ્યો, અને તેણે જે પત્ર લખ્યો તે આ પ્રમાણે હતો :

મારા પ્યારા જીવનસાથી...

મારા પ્રણામ તમારા ચરણો માં. તમે હજુ સુધી એક પણ પત્ર નથી લખ્યો મારી બહેનપણી ને. નોકરી મળી ગઇ છે આપણી બકરી ને. વાછડાને જન્મ આપ્યો છે દાદા એ. દારુ પીવાનુ ચાલુ કરી દીધુ છે મેં. તમને ઘણા પત્રો લખ્યા પણ તમે ન આવ્યા કુતરાના ગલુડિયા. વરુ ખાઇ ગયો બે મહિના નું રાશન. રજામાં આવતી વખતે લઇ આવજો એક સુંદર સ્ત્રી. મારી બહેનપણી બની ગઇ છે. અને અત્યારે ટીવી પર ગીત આવી રહ્યું છે આપણી બકરી. વેચાઇ ગઇ છે તમારી માં. તમને બહુ યાદ કરે છે એક પડોશી બાઇ. અમને બહુ તંગ કરે છે તમારી બહેન. માથાના દુખાવા સાથે સુતી છે તમારી પત્ની.

હા હા હા! આને કેવાય #"પૂર્ણ #વિરામ "નો #મહિમા !!

Gujarati Good Morning by Mukesh Dhama Gadhavi : 111888037
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now