...." મેઘ તાંડવ "
ચો તરફ છવાયું છે મેઘ તાંડવ;
માણસથી સર્જાયું છે મેઘ તાંડવ;
પ્રકૃતિનું સદા કાઢતાં રહ્યા નિકંદન,
આપણા કુકર્મે રચાયું છે મેઘ તાંડવ;
દરિયાની મધ્યે ઘુમરાતું 'તું ક્યારેક,
ને જમીન પર ફેલાયું છે મેઘ તાંડવ;
હવે શું દોષ દેવો પ્રભુના નિર્ણયને,
હાથે કરીને નોતરાયું છે મેઘ તાંડવ;
કરી છે પ્રકૃતિ સાથે ખૂબ છેડછાડ,
"વ્યોમ" વળતરે મળ્યું છે મેઘ તાંડવ;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર