દુનિયાની રીત જ અવળી તમને સમજાય તો કહેજો.
કોઈ શક્યું ના મનને કળી તમને સમજાય તો કહેજો.
સલામ પણ ભરી જાણેને પગે પડાવી જાણે પાછા,
લાગે સ્વાર્થને લીધો સાંકડી તમને સમજાય તો કહેજો.
મીઠું બોલી મોઢેને મ્હાત કરવા મથતા ઓછા નથી,
આ તે કઈ જાતની બલા વળી તમને સમજાય તો કહેજો.
હાથ મિલાવે હસતા ચહેરેને પાછળથી ટાંટિયા ખેંચે,
મને ઉકલતી નથી કોઈ ગડી તમને સમજાય તો કહેજો.
હાથ ફેરવી વાંસેને હિંમત આપે પાછળથી કૂથલી કરે,
બંબોઈ જેવાં વર્તનોથી છળી તમને સમજાય તો કહેજો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.