પહેલાં હાથ પકડાવો, પછી છોડાવો કાં ?
આંબા આમલી બતાવો, પછી મૂકાવો કાં ?
હશે કદાચ તમારી રમત આ જાતની પણ,
એકવાર નાયક બનાવો, પછી હટાવો કાં ?
અમારેય લાગણી જેવું કશુંક હોય છે ખરું,
પ્રેમના તાંતણેથી બંધાવો, પછી મેલાવો કાં?
થાય સમયાંતરે સ્વતઃ ગઠબંધન મજબૂત,
પહેલાં તમે ખુદ પટાવો, પછી ભૂલાવો કાં ?
આંકરી રમત તમારી જીવલેણ ના નીવડે,
પ્રેમદીપ અંતરમાં પેટાવો, પછી બુઝાવો કાં ?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.