મેં જિંદગીના સંબંધોના હિસાબ ના રાખ્યા ક્યારેય
કોણ ક્યારે લાગણીઓની સાથે છેતરી ગયું
તેના લેખા જોખા ના રાખ્યા...
કયારેય ન આવડ્યું મને વ્યાપાર કરતા સંબંધોમાં
કે તેના જેમ સરખા જવાબ દેતા કે સમયે
મને યાદ કરતા અને ગરજ વગર નામ પણ ન લેતા
પણ મને નથી કોઈ અફસોસ કારણ કે
આ લોકોએ ખૂબ જ મારા જિંદગીમાં અજવાળું પાથરવામાં મને મદદ કરી એક નવો માર્ગ ચીંધવા માં મને મદદ કરી છે
મને મારા એકાંત સાથે મળાવવામાં મને મદદ કરી મને મારા કાર્યમાં આગળ ધપાવવા માટે મદદ કરી
મને હું ભિન્ન છું બધાથી એ સમજાવવામાં મને મદદ કરી
મને જ્ઞાન આપ્યું કે ટોળામાં રહીને આપણે આપણું અસ્તિત્વ ખોઈ બેસીએ છીએ
અને તેના આવા વર્તનથી તેઓ મારાથી દૂર થયા અને મેં જિંદગીમાં ઘણું બધું કામ પૂરું કર્યું
મેં જિંદગીના સંબંધોમાં ક્યારેય હિસાબ ના રાખ્યા પણ મને ગર્વ છે કે હું મારા એકાંતમાં મારા વ્યક્તિત્વને કંડારવા માટે થઈને પ્રયત્નશીલ રહું છું અને હું હંમેશા હકારાત્મક રીતે વિચારું છું પછી કોઈપણ બાબત કેમ ના હોય.. મને કોઈ ફરક નથી પડતો કે બીજા લોકો મારી સાથે કેવો વ્યવહાર કરે છે પણ હા હું મારો સ્વભાવ ક્યારેય નહીં બદલી હું જ્યારે પણ તેમને જરૂર હશે મદદરૂપ બનીશ ભલે તેઓ મારી સાથે ગમે એવો પણ દુર્જન વ્યવહાર કરતા હોય મને મારું એકાંત ખૂબ જ ગમે છે અને મારા નવા વિચારોના સર્જન સ્વરૂપે મારા વર્તનમાં પરિવર્તિત કરવા માટે થઈને પ્રયત્નશીલ રહું છું
હું મારા માટે સમય ફાળવી શકું છું ખરેખર હું બીજા માટે વિચારું છું કે મને ગમે છે જે બીજાની મદદ કરવી હું માનું છું કે હું ઈશ્વરનું એક માધ્યમ છું જે બીજા ને મદદરૂપ બનવા થઈને સર્જાયું હશે એવું હું દ્રઢ પણે માનું છું...
મને કોઈ જ ફરક નથી પડતો બીજાઓ મારા માટે શું વિચારે છે બસ હું તો આ જીવનમાં ઈશ્વરના સ્મરણ અને સત્કર્મ પાછળ જ વીતાવા માટે થઈને સર્જાય છું એવું મને લાગે છે
માટે મને ગમે છે મારું વ્યક્તિત્વ... જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻