" ખરી સંપત્તિ દોસ્ત "
કોણે કહ્યું દોસ્ત, કે મારે ઘણું દુઃખ છે;
તારો હસતો ચહેરો એ જ મારું સુખ છે;
માથે મૂકેલી ચિંતાની મટકી ફોડ હવે તું,
સાથે છીએ આપણે તો લાભ શુભ છે?
તું જ તો છો મારી ખરી સંપત્તિ દોસ્ત,
બાકી બધું તો મારા માટે હાક.. થુંક છે;
મંજિલ જીવન તણી હવે કંઈ દૂર નથી
પણ રસ્તે મોજ મજા માણવી ભરપૂર છે;
લાગણીનાં સબંધ જ સાચાં છે "વ્યોમ"
સરસામાન ફક્ત એક ભૌતિક ભુખ છે;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર