" ખસતા નથી "
( ગઝલ )
આંખ આગળથી તમે ખસતા નથી.
કામ કરવા કોઇ પણ ગમતા નથી.
માફ કરજો પ્યાસ ના છીપાય તો;
ચાહવાની એટલી ક્ષમતા નથી.
આજ આશાઓ બધી સાકાર થઇ;
એટલે ના ખ્વાબ કોઇ તરતા નથી.
જિંદગીમાં હામ આવી ગઇ ઘણી;
સાંપડ્યો છે સાથ ના ડરતા નથી.
જિંદગીમાં જ્યાં મળે ભેટી જશું;
મોતથી Bન્દાસ ગભરાતા નથી.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : રમલ = ગાલગાગા × ૦૨ + ગાલગા